તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લાના કૂવા, તળાવમાં 2.25 લાખ ગપ્પી માછલીઓ મૂકાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના કૂવા, તળાવમાં 2.25 લાખ ગપ્પી માછલીઓ મૂકાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં મેલેરિયા કેસોને રોકવા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે 2018ના જુલાઈથી ઓગસ્ટ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓ સહિતના સ્થળોએ અંદાજે 2.25 લાખ ગપ્પી માછલાઓ મૂકવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાએથી જ પોરાભક્ષક ગપ્પી માછલી મૂકવાનું સુપરવિઝન ચાલી રહ્યું છે. પરિણામે જિલ્લામાં મેલેરિયા રોગ વધુ વકરે નહી માટે 10 તાલુકા પંથકના વિસ્તારોમાં તળાવ, નદી, કૂવા, વિસ્તારના ખાડાઓ વગેરે જેવા સ્થાન પર ગપ્પી માછલીઓ મૂકવાનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ.ભટ્ટના માર્ગદર્શન નીચે પીએચસી અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમોએ કામગીરી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા, સાયલા, પાટડી,મૂળી લીંબડી,થાન, ચોટીલા સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોનાં મકાનના હોજ, મોટા ટાંકા તેમજ વાવ, કૂવા, તળાવમાં પણ પોરાઓના નાશ માટે માછલીઓનો ઉપયોગ કરાયો હતો. આ અંગે મેલેરિયા વિભાગના સુપરવાઇઝર ચેતનભાઈ પરમારે જણાવ્યું કે, આ કામગીરી દરમિયાન અંદાજે 2,25,000 જેટલી ગપ્પી માછલો જુદા જુદા સ્થળોએ મૂકવામાં આવી છે.

50થી વધુ ટીમો કરી રહી છે કામગીરી
કોણ પૂરી પાડે છે માછલીઓ
જિલ્લામાં ધ્રાંગધ્રાના મેથાણ પીએચસી કેન્દ્રમાંથી, પાટડીના ખેરવા પીએચસી, થાન, ચોટીલા અને સાયલામાંથી ચોટીલા ગપ્પી માછલીઓ પૂરી પાડવામાં આવી રહી છે.

શહેરી સાથે સાથે ગ્રામ્ય પંથકોમાં પણ મેલેરીયા રોગ ન ફેલાય તે માટે જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા 50 થી વધુ ટીમો દોડાવી છે. જેમાં ખાસ કરીને મેમકા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. નિરાલીબેન દોશી સહિતના મેડિકલ ઓફિસરો પાણીના સ્ત્રોતમાં ગપ્પી માછલીઓ મૂકવાની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...