• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે બેઠક

જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. આ પર્વની ઉજવણી માટે જિલ્લા પ્રભારી સચિવ અનુરાધા મલ્લ, મુખ્ય મંત્રી સચિવ અશ્વીની કુમારે શુક્રવારે જિલ્લા કલેક્ટર કે.રાજેશ સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિપિનભાઇ ટોલીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...