તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar જિલ્લા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જિલ્લા-તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોની ફરીયાદ અને પ્રશ્નોનું સ્થાનિકકક્ષાએ હલ થાય તે માટે મુખ્ય મંત્રી તરફથી જિલ્લા તથા તાલુકાકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ઓક્ટોબર માસમાં તા.24-10-18ના રોજ દરેક તાલુકાકક્ષાનો અને તા. 25-10-18ના રોજ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકાકક્ષાના પ્રશ્નો ફરિયાદો જેતે તાલુકાના મામલતદારને જ્યારે જિલ્લાકક્ષાના પ્રશ્નો ફરિયાદો સંબંધિત ખાતા વિભાગોની સંબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને તા.10-10-18 સુધીમાં અરજદારોએ પહોંચતા કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...