તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar ગટર પાણીની લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો, નવો બનાવ્યો જ નહીં

ગટર-પાણીની લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો, નવો બનાવ્યો જ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર આવેલી સિધ્ધી સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ખોદકામ કરાયા બાદ રસ્તાનું નવીનીકરણ ન કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે સ્થાનિકોએ છેલ્લા એક વર્ષમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતી જેમની તેમ જ છે.

સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ઠેર ઠેર રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં મૂળચંદ રોડ પર આવેલી સિધ્ધી સોસાયટીમાં અંદાજે 1 વર્ષ પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થયા બાદ આજ દિવસ સુધી નવો રસ્તો બનાવવામાં ન આવતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. રાત્રીના સમયે પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે. સ્થાનિકોએ પાલિકા કચેરીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતી જેમની તેમ રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી રહીશોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...