તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar સુ.જેલમાં સ્વચ્છતા અભિયાન તથા બે કેદીઓને મુક્ત કરાયા

સુ.જેલમાં સ્વચ્છતા અભિયાન તથા બે કેદીઓને મુક્ત કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી અન્વયે સુરેન્દ્રનગર સબ જેલમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં સારી ચાલ-ચલગત ધરાવતા ભરણપોષણ કેસના બે કેદીઓને સજા પૂરી થયા પહેલા મુકત કરાયા હતા. આ પ્રસંગે જેલમાં સફાઇ અભિયાન હાથ ધરાયુ હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. જે અંતર્ગત માનવ ઉત્થાન સેવા સમીતિ, રતનપરના સહયોગથી સુરેન્દ્રનગર સબ જેલમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ. જેમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, દિવ્યાબેન વૈષ્ણવ, સુબોધભાઇ જોષી, પુનમ સોલંકી, કે.કે.રામાનુજ સહિતનાઓ અને કેદીઓએ જેલમાં સ્વચ્છતા કરી હતી. રાજયની જેલોમાંથી 112 કેદીઓને મુકત કરાયા છે ત્યારે સુરેન્દ્રનગરની સબ જેલમાંથી પણ સારી ચાલ-ચાલગત હોવાથી બે કેદીઓને મુકતી અપાઇ હતી. જેલમાં ભરણપોષણ નહી ચૂકવવા બદલ સજા કાપતા વિનોદભાઇ દલપતભાઇ ગોહિલ અને બાબુભાઇ ઉર્ફે બકુલભાઇ બચુભાઇ શ્રીમાળીને મહાનુભવોની હાજરીમાં સજામાંથી મુકતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...