તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના કાંધાસરમાં સ્વચ્છતા પખવાડીયું ઉજવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના નાના કાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત તા.15 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વર્કશોપ, સ્વચ્છતાને લગતા સહિત્યનું વિતરણ કરાયુ હતુ. જ્યારે જુદાજુદા ગામડાઓના 251 થી વધુ ખેડૂતોને સ્વચ્છતાનું જીવનમાં મહત્વ વિષય પર સમજણ આપી તથા પશુઓના ગોબર તથા કચરાના ઉપગોગથી દેશી ખાતર બનાવવા સહિતની માહિતી આપવામાં આવી હતી. ઉજવણીના અંતે કૃષી વિજ્ઞાન કેન્દ્રના કર્મચારીઓ, ખેડૂતો, મહિલા ખેડૂતો સહિતનાઓ દ્વારા સ્વચ્છતા જાળવવા પ્રતિજ્ઞા લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...