તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ બીટજમાદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ ઘરશાળા રોડ પરની મહાવીરનગર શક્તિનગર સોસાયટીમાં રહેતા સોલંકી અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ અમરશીભાઈએ વઢવાણના બીટજમાદાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ વઢવાણ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર ગોતમભાઈ ગણપતભાઈ મકવાણ જેઓનાં કહેવાથી અમારા ઘેર 8 પોલીસકર્મીઓ આવીને અમારા ઘેર અમો દારૂનો ધંધો કરતા નથી તેમ છતાં મારા મોટા ભાઇના ઘેર મારા ઘેર પોલીસે ઘરજપ્તી કરી હતી. પરંતુ તેઓને કંઇપણ મળ્યુ નથી. આથી અમારા ઘરની અને મારી બદનામી કરી ગયા હતા. આ જમાદાર પોલીસ વર્ધીનો દુરઉપયોગ કરતા હોવાની સહિતની રજૂઆતો કરી હતી.

આ ઉપરાંત બીટજમાદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આત્મવિલોપનની ચીમકી સોલંકી અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ અમરશીભાઈએ આપી હતી. આ અંગેની વિગત જ્યારે બીટજમાદાર ગોતમભાઈ મકવાણાને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ આવી રજૂઆત કરનારને હું ઓળખતો જ નથી.

અન્ય સમાચારો પણ છે...