તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર અને વઢવાણના તળાવો સાફ કરાવવાની માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર તેમજ વઢવાણમાં આવેલા તળાવો અને કુવાઓમાં ગંદકી અને કચરો ઠલવતો હોવાથી આવા જળસ્રોતોનું પાણી દૂષીત થતું હોવાની ફરીયાદો ઉઠી છે. ત્યારે ચોમાસામાં નવા નીરની આવક થાય તે પહેલા તળાવો અને કુવાઓની ગંદકી સાફ કરવામાં આવે તો આ પાણી લોકઉપયોગી બની શકે તેમ છે.

સુરેન્દ્રનગરમાં ટાગોર બાગ પાસે તળાવ અને કુવો આવેલો છે. જ્યારે વઢવાણમાં બોડા તળાવ, ધરમતળાવ સહીતના તળાવો અને કુવાઓ આવેલા છે. પરંતુ આ તળાવો અને કુવાઓમાં ગંદકી અને કચરાના કારણે પાણી દૂષીત બની રહ્યું છે. તળાવોના પાણી વધુ દૂષીત બની રહ્યાં છે. ત્યારે આ વર્ષે ચોમાસામાં આ જળસ્ત્રોતોમાં નવા નીરની આવક હજુ શરૂ થઇ નથી તે પહેલા તંત્ર દ્વારા તળાવો અને કુવાઓની સફાઇ કરાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે. અને આ અંગે અશોકભાઇ પારેખ દ્વારા તંત્રમાં લેખીત રજૂઆત પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તો શહેરીજનોને નયનરમ્ય સ્થળ પણ મળી શકે તેમ છે. આ અંગે પાલિકાના એન્જીનિયર કે.જી.હેરમાએ જણાવ્યું કે કચરો ઠાલવતા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

સુરેન્દ્રનગર ટાગોર બાગમાં આવેલા તળાવમાં ગંદકી અનેક કચરાના કારણે પાણી દૂષીત બની ગયું છે. તસવીર-અક્ષય જોષી

અન્ય સમાચારો પણ છે...