તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar સુરેન્દ્રનગરના માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ 20થી વધુ લારી જપ્ત

સુરેન્દ્રનગરના માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ 20થી વધુ લારી જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રગર શહેરના મુખ્ય માર્ગો તેમજ શાકમાર્કિટ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ટ્રાફિકનું અડચણરૂપ 20થી વધુ લારીઓ જપ્ત કરાઇ હતી. જ્યારે દુકાનોની આગળ તેમજ ફૂટપાથ પર મુશ્કેલીરૂપ જાહેરાતના બોર્ડ, લોખંડની જાળીઓ પગથીયાઓ પણ ઉઠાવી લેવાતા વેપારીઓમાં દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગર શહેરનાં બસ સ્ટેશન, હેન્ડલૂમ,ટાવર, પતરાવાળી, જવાહરચોક, ટાંકીચોક, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. આ બાબતની ગંભીરતા લઇને જિલ્લા પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પવારની સૂચનાથી ટ્રાફિક નિયમનની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામે જુદા જુદા સ્થળોએ ચેકિંગ કરતા ટ્રાફિકને અડચણરૂપ 20થી વધુ લારીઓ જપ્ત કરાઇ હતી. આ કામગીરીમાં ટ્રાફિક પીએસઆઈ પી.આર.સોનારા, એએસઆઈ રામસંગભાઈ મોરી, ખુમાનસિંહ રાણા, રોહિતભાઈ અઘારા સહિત ટ્રાફિક પોલીસનો સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત શહેરની માર્ગો પરની ફૂટપાથ તેમજ વેપારીઓના દુકાનોની આગળ જ લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ તેમજ પગથીયાઓના જમાવડો જોવા મળ્યો હતો. જેના કારણે ફૂટપાથ પર પસાર થવુ રાહદારીઓ અને લોકો માટે મુશ્કેલીરૂપ બની ગયુ હતું. આથી ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામ ચીજવસ્તુઓ ઉઠાવી લીધો હતો. આ કાર્યવાહીથી દુકાનો બહાર જ દબાણો કરનાર વેપારીઓમાં દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકને અચડણરૂપ લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...