તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 દિ\'માં ભઠ્ઠી ચાલુ કરો નહીં તો ધરણા કરાશે : શહેરીજનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ સ્મશાન ગૃહમાં બંધ રહેલી ગેસભઠ્ઠીના મામલે શહેરમાં બોર્ડ મૂકાયા બાદ તા. 5 ઓક્ટોબરને શુક્રવારે નાગરીકો અને સામાજીક કાર્યકરો દ્વારા પાલિકાને આવેદનપત્ર અપાયુ હતું. અને જો આ વ્યવસ્થા 10 દિવસમાં કરવામાં નહીં આવે તો ધરણાની ચીમકી શહેરીજનોએ આપી હતી.

વઢવાણ શહેરના મોક્ષધામમાં બંધ રહેલી ગેસની ભઠ્ઠી મામલે તા. 3 ઓક્ટોબરને બુધવારના રોજ બોર્ડ મૂકાયુ હતું. જેમાં આ બોર્ડ દ્વારા પાલિકાને આવેદનપત્ર આપવાનું હોવાથી તમામ વઢવાણના નાગરીકોને હાજરી આપવા અપીલ કરાઇ હતી. જેના કારણે તા. 5 ઓક્ટોબરને શુક્રવારે આ બાબતે પાલિકાના આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

જેમાં જણાવાયા મુજબ વઢવાણ સ્મશાનગૃહમાં મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટેની ગેસ ભઠ્ઠી આશરે દોઢ-બે માસથી બંધ છે. જેના કારણે અગ્નિસંસ્કાર માટે મુશ્કેલી પડે છે. આથી વઢવાણ સ્મશાન ગૃહમાં રહેલી ગેસ ભઠ્ઠી તાત્કાલીક અસરથી દિવસ 10માં ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે અશોકભાઈ પારેખ, અમીતભાઈ કંસારા, અશોકભાઈ કંસારા, પરેશભાઈ પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત નગરપાલિકા સ્મશાનગૃહમાં રહેલી ભઠ્ઠી શરૂ કરવા કાર્યવાહી નહીં કરે તો વઢવાણના નાગરીકો તથા સામાજીક કાર્યકરો દ્વારા આવેદનપત્રમાં વઢવાણ નગરપાલિકા કચેરી સામે ધરણા કરવાની ચીમકી આપી હતી. આ અંગે વઢવાણ નગરપાલિકા ચીફ ઓફિસર વી.વી.રાવળે જણાવ્યું કે, સ્મશાનગૃહમાં બંધ રહેલી ગેસની ભઠ્ઠી ચાલુ થાય તેના માટે કાર્યવાહી ચાલુ છે અને ઝડપથી આ મુશ્કેલી દુર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...