ધર્મની બહેનના નાતે હત્યામાં ગોદાવરીનો શખ્સ સામેલ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર કોર્ટ સામે પાનની દુકાન ચલાવતા હબીબની પથ્થર અને ટામીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ હતી. આ બનાવમાં આરીફ સાથે જોડાયેલા ગોદાવરીના ઓમદેવસિંહે પોલીસ સમક્ષ જણાવ્યુ કે, આરીફની પત્નીને તેણે ધર્મની બહેન બનાવી હતી. આથી હબીબને પૈસા ન આપવા પડે તે માટે તેનું કાસળ કાઢી નાંખવા તે હત્યા કરવા આરીફ સાથે જોડાયો હતો.

સુરેન્દ્રનગરની મીયાણાવાડ શેરી નં. રમાં રહેતા હબીબ લખુભાઇ માલાણીની કેનાલમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં પોલીસે હબીબના ભાઇના સાળા આરીફ આદમભાઇ મોવર અને ગોદાવરીના ઓમદેવસિંહ પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસ સમક્ષ બન્નેને હત્યાના પ્લાન બનાવવાથી લઇ અંજામ આપ્યા સુધીની સનસનીખેજ વિગતો વર્ણવી હતી. જેમાં આરીફની પત્નીને ગોદાવરીના ઓમદેવસિંહે ધર્મની બહેન બનાવી હતી.

આથી આરીફે લીધેલા નાણા પાછા ન આપવા પડે તે માટે હબીબની હત્યા કરવા માટે ઓમદેવસિંહ આ પ્લાનમાં જોડાયો હતો. જયારે એક દિવસ અગાઉ હબીબની હત્યા કરવાના પ્લાનમાં સામેલ વિરમગામના ઇમ્તીયાઝ અનવરભાઇ કટીયાની પણ જોરાવરનગર પીએસઆઇ આર.એ.ઝાલા સહિતની ટીમે ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...