તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar સેનાના જવાનોના સંતાનોને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત

સેનાના જવાનોના સંતાનોને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ : રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ અને મોરબી જિલ્લાઓમાં વસવાટ કરતા ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નકસલવાદ જેવા કારણોસર ફરજો દરમ્યાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના જવાનોના સંતાનો કે જેઓએ ધો- 12ની પરીક્ષા પાસ કરી હોય તેઓને મુખ્યમંત્રીની શિષ્યવૃત્તિ યોજના માટે જેટલી સંખ્યા ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ મેરિટમાં આવતા હશે તો તેઓ શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર રહેશે.

શિષ્યવૃત્તિ મેળવવા માટેની આવક મર્યાદા રૂપિયા 4.50 લાખ સુધીની વાર્ષિક રાખવામાં આવેલ છે. તેમજ વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, રાજકોટનો સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...