સુરેન્દ્રનગરમાં દસ્તાવેજ ન કરી પૈસા ઓળવી ગયાની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના હુસેનભાઇ કાસમભાઇ ખલીયાણીએ 10 વર્ષ પહેલા મહેબુબમીયા બેલીમને મુખત્યાર રાખી ધીરજલાલ ભાવસારના બે મકાનનો રૂપિયા 6.50 લાખમાં સોદો કર્યો હતો. જેમાં એક મકાનનો દસ્તાવેજ કર્યા બાદ બીજા મકાનનો ધીરજલાલ દસ્તાવેજ ન કરી આપતા ત્રણ શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગરની જંબુદ્વીપ સોસાયટીમાં રહેતા હુસેનભાઇ કાસમભાઇ ખલીયાણી 10 વર્ષ પહેલા ફિલ્ડ માર્શલ કંપનીમાં નોકરી કરતા હતા. આ સમયે તેમના ડ્રાઇવર તરીકે નોકરી કરતા મહેબુબમીયા કાસમમીયા બેલીમે ત્રિલોક પાર્કમાં બે મકાન વેચવાના હોવાની વાત કરી હતી. આથી હુસેનભાઇને રસ પડતા ધીરજલાલ ભાવસારના બે મકાનનો રૂપિયા 6.50 લાખમાં સોદો કર્યો હતો. જેમાં મહેબુબમીયા મુખત્યાર બનતા 2 લાખ અને પછી 4.50 લાખ રૂપિયા હુસેનભાઇએ ધીરજલાલને આપ્યા હતા. પરંતુ ત્યારબાદ એક મકાનનો દસ્તાવેજ કરી આપ્યા બાદ બીજા મકાનનો દસ્તાવેજ ન થતા હુસેનભાઇએ એ ડીવીઝન પોલીસ મથકે મહેબુબમીયા કાસમમીયા બેલીમ, ધીરજલાલ ભાવસાર અને અરૂણાબેન ધીરજલાલ ભાવસાર સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઇ વાય.આર.જોશી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...