વઢવાણ પાલિકાના 135 કામદારોને બે માસનો પગાર મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ નગરપાલિકામાં કોન્ટ્રાક બેઝ પર કામ કરતા 135 મહિલા સફાઇ કામદારોને બુધવારે એપ્રિલ અને મે માસનો પગાર આપ્યો હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યુ હતું. ઉપરાંત બાકી બે માસનો પગાર તેમજ બાકી ઇપીએફની રકમ બાબતે કાર્યવાહી શરૂ કરાતા કામદારોમાં આનંદ ફેલાયો હતો.

મહિલા સફાઇ કામદારોએ નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય ન આવતા મંગળવારે કલેક્ટર કચેરીએ દોડી આવી જિલ્લા કલેક્ટર કે.રાજેશ ને આવેદનપત્ર આપી યોગ્ય કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત ચડત પગાર અને ઇપીએફની રકમ તાત્કાલીક ચુકવવામાં નહીં આવે તો આગામી સમયમાં નાછુટકે આંદોલન કરવાની મહિલાઓએ ચીમકી આપી હતી. આ બાબતની ગંભીરતા લઇ પાલિકા તંત્ર દ્વારા સફાઇ કામદારોનો બે માસનો પગાર કરી નાંખ્યો હતો. આ અંગે વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર વશરામભાઈ રાવળે જણાવ્યુ કે, બુધવારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 135 મહિલા સફાઇ કામદારોને એપ્રિલ અને મે માસનો પગાર આપી દેવામાં આવ્યો છે. જ્યારે બાકી બે માસ અને ઇપીએફની રકમ બાબતે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...