તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂડા બાદ સુરેન્દ્રનગરમાં વધુ એક પરિણીતાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી : સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં થોડા દિવસો પહેલા પ્રસૂતિ બાદ મહિલાનું મોત થયુ હતુ. ત્યારે આવો વધુ એક કિસ્સો ધ્યાને આવ્યો છે. મૂળીમાં રહેતા મનીશાબા ઝાલાને પ્રસુતિ દરમિયાન સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દવા ચાલતી હતી. આથી પૂરા દિવસો થતા ત્યાં પ્રસુતિ કરાવવા આવ્યા હતા. જેમાં પેટમાં રહેલા બાળકના ધબકારા ઓછા થતા પરિણીતાને સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે લઇ જવાયા હતા. જયાં ડીલીવરી થતા મૃત બાળક જન્મ્યુ હતુ. જ્યારે પ્રસૂતાને લોહી વહી જવાથી પરિસ્થિતિ ગંભીર બનતા સારવાર માટે અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન પ્રસૂતાનું મૃત્યુ થયુ હોવાનું આરોગ્ય અધિકારી પી.કે.પરમારે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...