તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી શાળાઓ વ્યવસાય વેરો ભરવામાં ઉદાસીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર નગરપાલીકાની હદમાં આવેલી ખાનગી શાળાઓને દર વર્ષે 1 હજાર ટેકસ અને કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવાનો હોય છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં આવેલી 35થી વધુ ખાનગી શાળાઓના સંચાલકો આ વેરો ભરવામાં નિયમોની ઐસી તૈસી કરતા જોવા મળ્યા હતા. આથી થોડા સમય પહેલા ખાનગી શાળાઓના સંચાલકો સાથે પાલીકા પ્રમુખ વીપીનભાઇ ટોળીયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા, કારોબારી ચેરમેન બકાલાલ પરમાર, ચીફ ઓફિસર અમીત પંડયા, વ્યવસાય વેરા અધિકારી છત્રપાલસિહ ઝાલાની હાજરીમાં બેઠક કરાઇ હતી.

જેમાં તમામ શાળાઓને નિયમીત વ્યવસાય વેરો ભરવા અને વાર્ષિક ટેકસ ભરવા તાકિદ કરાઇ હતી. આ ઉપરાંત 15થી વધુ શાળાઓએ આ અંગેની નોંધણી જ પાલીકામાં ન કરાવી હોવાથી તેઓને નોંધણી કરી વેરા ભરવા જણાવાયુ હતુ. પરંતુ તેમ છતાં શાળાના સંચાલકો આ પ્રત્યે ઉદાસીન વલણ દાખવતા પાલીકાએ લાલ આંખ કરી છે.

જે મુજબ 30 નવેમ્બર સુધીમાં વાર્ષિક ટેકસ અને શિક્ષકોના પગારનો વ્યવસાય વેરો ન ભરે તેવી શાળાઓ બહાર ઢોલ વગાડી, શાળાઓ સામે પોલીસ કેસ કરી વ્યાજ સાથે વ્યવસાય વેરો અને ટેકસ વસૂલવાની ચીમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...