તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની બેઠકનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની બેઠકનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની બેઠકનું આયોજન કરાયુ હતું. શહેરની દુધની ડેરી વિસ્તારના નકલંગપરામાં મળેલી બેઠકમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રભારી પ્રહલાદજી ઠાકોર, વઢવાણના પ્રવિણજી ઠાકોર, ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બેઠકમાં ઠાકોર સમાજને સંગઠીત કરવા , શિક્ષણનો વ્યાપવધારવા, અને યુવાનોને વ્યસન મુક્ત કરવા ચર્ચા વિચારણા અને માર્ગદર્શન અપાયુ હતું. આ પ્રસંગે વિસ્તારના 150 યુવાનો ઠાકોર સેનામાં જોડાતા તેમનું સ્વાગત કરાયુ હતું. આ આયોજનને સફળ બનાવવા મનસુખભાઇ, પ્રવિણભાઇ જીંજુવાડીયા, વનરાજભાઇ દેત્રોજા સહિત ઠાકોર સેના સેવાભાવીઓએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...