તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • દિવ્યાંગ યુવક યુવતી પરસ્પર લગ્ન કરે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક લાખની સહાય

દિવ્યાંગ યુવક-યુવતી પરસ્પર લગ્ન કરે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક લાખની સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યાંગ વ્યકિત લગ્ન બાદ માનભેર જીવી શકે તે માટે રાજય સરકારે લગ્ન માટે આર્થિક સહાય આપવાની યોજના અમલી બનાવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના આવા 12 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 5.40 લાખના ચેક કલેકટર કે. રાજેશના હસ્તે એનાયત કરવામં આવ્યા હતા.

દિવ્યાંગ વ્યકિત લગ્નગ્રંથીથી જોડાય અને તેમાં થતા ખર્ચમાં સરળતા રહે તે માટે સરકાર લગ્ન માટે આર્થીક સહાય પણ આપે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ વ્યકિતઓને લગ્નની આર્થિક સહાયના ચેકનું વિતરણ કરાયુ હતુ. કલેકટર કે. રાજેશ, અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, પાલીકા પ્રમુખ વીપીનભાઇ ટોળીયા અને બાળ સુરક્ષા એકમના અજય મોટકાના હસ્તે જિલ્લાના 12 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 5.40 લાખની રકમના ચેક લગ્ન સહાય સ્વરૂપે અપાયા હતા.

આ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એન.મકવાણાએ જણાવ્યુ કે, દિવ્યાંગ યુવક-યુવતી પરસ્પર લગ્ન કરે તો બન્નેના 50 હજાર લેખે રૂપિયા 1 લાખ સહાય મળે છે. જયારે દિવ્યાંગ વ્યકિત અન્ય કોઇ વ્યકિત સાથે લગ્નગ્રંથીથી જોડાય તો 50 હજારની સહાય સરકાર આપે છે.

અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે આવકની મર્યાદા હતી પરંતુ વર્ષ 2016માં સરકારે ઠરાવ કરી આવક મર્યાદા નાબુદ કરી છે. જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને આવી સહાય મેળવવા માટે બહુમાળી ભવન સ્થિત જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકાય છે.

જિલ્લાના 12 દિવ્યાંગોને લગ્ન સહાયના 5.40 લાખની રકમના ચેક અપાયા હતા. તસવીર-તુષાર માલવણીયા

અન્ય સમાચારો પણ છે...