તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કંધાસર ખાતે તા. 20

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કંધાસર ખાતે તા. 20 જૂન 18 ના રોજ વડાપ્રધાનના ખેડૂતો સાથેનાં સંપર્ક કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે વૈજ્ઞાનીક ડો.બી.સી.બોચલ્યાએ પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયુ હતું. જેમાં વડાપ્રધાને પોતાના વક્તવ્ય દરમિયાન બીજથી લઇ બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકારન પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યુ હતું. ચોટીલ તાલુકાના 97 જેટલા ખેડૂત ભાઇઓએ હાજર રહી વૈજ્ઞાનિક માહિતીનો લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા કૃષી વિજ્ઞાન કેન્દ્ર કાંધાસરના ડો.આર.પી.કાલમાએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...