તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રના વિકાસને તેજ બનાવવા મહિલાઓને શિક્ષિત બનાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓને મહિલા વિષયક કાયદાઓની અને યોજનાઓની જાણકારી મળે તે માટે ટાઉનહોલમાં એક દિવસીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા મહિલા વિષયક કાયદાઓ અને યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આઇસીડીએસ શાખા દ્વારા મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ પરના અત્યાચારો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા વિવિધ કાયદાઓ તેમજ મહિલાઓ માટેની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા ઉપસ્થિત રહ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને મહિલાઓના શિક્ષણ પર ભાર મૂકવો જોઇએ કારણ કે મહિલાઓમાં શિક્ષણ થકી જ રાષ્ટ્રના વિકાસને તેજ ગતિ મળશે. તેમજ શિક્ષિત મહિલાથી કુટુંબ તેમજ સમાજ પણ જાગૃત બનશે. આ કાર્યક્રમમાં જીજ્ઞાબેન પંડ્યા, રાજુબેન ત્રિવેદી, પન્નાબેન શુક્લ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આઇસીડીએસ શાખાના સ્ટાફે કામગીરી કરી હતી.

સુરેન્દ્રનગરમાં મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...