તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ બહાર લાવવા વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એટીકેટી સોલ્વ કરવા માટે કલાર્ક નીમેશ મકવાણા વિદ્યાર્થી પાસે પૈસા માંગતો હોય તેવા વીડીયોએ ખળભળાટ મચાવ્યો હતો. આ બનાવમાં કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએથી તપાસ સમીતીની રચનાઓ કરાઇ હતી.

જેમાં ઉતારનાર વિદ્યાર્થી રાહુલ પરમાર મંગળવારે યુનિવર્સિટીની તપાસ સમીતિ સમક્ષ હાજર થયો હતો. જેમાં તેણે કૌભાંડ બહાર લાવવા વિડીયો ઉતાર્યાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં થોડા માર્કસ માટે નાપાસ થનાર વિદ્યાર્થીઓ પાસે પૈસા લઇ પાસ કરાવવાના કથીત કૌભાંડનો વિડીયો વાયરલ થતા ચકચાર ફેલાઇ હતી. કોલેજના વિદ્યાર્થીએ જ ઉતારેલા આ વીડીયોમાં કલાર્ક નિમેશ મકવાણા અઢી લાખ રૂપિયા માંગતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

આ બનાવ સામે આવતા ભાવી ડોકટરોની કોલેજમાં ભૂકંપ આવી ગયો હતો. આ ઘટનામાં કોલેજ કક્ષાએથી ડીન સહિતના સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી. કોલેજ કક્ષાએથી આ સમીતીએ તૈયાર કરેલ રીપોર્ટ યુનિવર્સિટીને સુપ્રત પણ કરી દેવામાં આવ્યો છે.

અનુસંધાન પાના નં. 3 પર...

વિદ્યાર્થી અને યુનિવર્સિટીની તપાસ કમિટી વચ્ચે થયેલા સવાલ-જવાબના અમુક અંશ
કમિટી : વીડીયો ઉતારવાનો હેતુ શું ?

વિદ્યાર્થી : કોલેજનું કૌભાંડ બહાર લાવવાનો હતો.

કમિટી : કલાર્ક સિવાય કોઇ પાસ કરાવનારને ઓળખો છો ?

વિદ્યાર્થી : ના, હું માત્ર કલાર્કના સંપર્કમાં હતો.

કમિટી : તમારૂ ફેમીલી બેકગ્રાઉન્ડ કેવુ છે ?

વિદ્યાર્થી : હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવુ છુ.

અન્ય સમાચારો પણ છે...