તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar જુવારના વાવેતરની આડમાં દારૂના વેચાણનો જથ્થો પકડાયો

જુવારના વાવેતરની આડમાં દારૂના વેચાણનો જથ્થો પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણના ઝાંપોદડ ગામની સીમમાં આવેલ ખેતરમાં જુવારના વાવેતરની આડમાં દારૂનો વેપલો થતો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી. જેમાં બે શખ્સો વિદેશી દારૂની 300 બોટલ સહિત રૂપિયા 1.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. દરોડામાં હાજર નહી મળી આવેલ વાડી માલીકને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

વઢવાણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી એસઓજી ટીમના ઘનશ્યામાઇ અને મહીપતસિંહને વિદેશી દારૂની બાતમી મળી હતી. આથી ઝાંપોદડ ગામની સીમમાં બાપાલાલ રાણાના ખેતરમાં દરોડો કરાયો હતો. જેમાં ખેતરમાં વાવેલ જુવારની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા લખતરના નાના અંકેવાળીયાના હરપાલસિંહ નવલસિંહ ઝાલા અને ચંદ્રકાંતભાઇ કરશનભાઇ પટેલને ઝડપી લીધા હતા. શખ્સો પાસેથી દારૂની 300 નંગ બોટલ કિંમત રૂપિયા 1.20 લાખ, બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 1 હજાર, રોકડા રૂપિયા 10,500, એક બાઇક કિંમત રૂપિયા 25 હજાર મળી કુલ રૂપિયા 1,56,050નો મુદ્દામાલ કબજે કરાયો હતો. વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વાડી માલીક બળભદ્રસિંહ રાણાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. દરોડામાં પીઆઇ એસ.બી.સોલંકી, પીએસઆઇ એચ.એમ.રાણા દાદુભાઇ, રણજીતસિંહ, યોગેન્દ્રસિંહ, સંજયસિંહ સહિતનો સ્ટાફ રોકાયો હતો.

ઝાંપોદડ સીમની વાડીમાંથી પોલીસે દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...