તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar જિલ્લામાં BP ડાયાબીટિસમાં દરરોજ 14 લોકો સપડાઈ રહ્યા છે

જિલ્લામાં BP-ડાયાબીટિસમાં દરરોજ 14 લોકો સપડાઈ રહ્યા છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા વિવિધ રોગચાળાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આવા સમયે જિલ્લામાં માર્ચ 2017થી માર્ચ 2018 દરમિયાન ડાયાબીટીસ, બીપી અને ડાયાબીટીસ સાથે બીપી પણ હોય તેવા કુલ 5,152 દર્દીઓ ધ્યાને આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ 2017થી માર્ચ 2018 દરમિયાન ડાયાબીટીસ તેમજ બીપીના દર્દીઓમાં ચોંકાનારી વિગતો ધ્યાને આવી હતી. જેમાં આ સમય ગાળા દરમિયાન એક માસમાં અંદાજે 429 તેમજ એક દિવસમાં 14 લોકો ડાયાબીટીસ તેમજ બીપીના દર્દમાં સપડાતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેમાં આવા દર્દીઓની વઢવાણમાં સૌથી વધુ તેમજ સૌથી ઓછા દર્દીઓ રાજીસીતાપુરમાં જણાયા હતા. જિલ્લાના ચોટીલા, ચૂડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સુરેન્દ્રનગર, પાટડી સાયલા, થાન સહિતના વિસ્તારોમાં પણ હાલ આવા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેના કારણે એક વર્ષમાં ડાયાબીટીસના 2165, બીપીના 2376 તેમજ ડાયાબીટીસી સાથે બીપીની બિમારી ધરાવતા હોય તેવા 611 દર્દીઓ નોંધાયા હતા. આવા દર્દીઓને સુરેન્દ્રનગર જિલ્લા એનસીડીસી સેલ તેમજ એનપીસીડીએસ, સીસીઆરએએસ વગેરે દ્વારા આયુર્વેદિક નિદાન સાથે દવા, યોગ તેમજ આહાર-વિહારના પાલન જાણકારી અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...