જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાની કારોબારી યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની કારોબારીનું આયોજન 11મી જુલાઇએ સવારે 11 કલાકે જિલ્લા ભાજપ કાર્યાલયમાં કરાયું હતું. જેમાં અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ગૌતમભાઈ ગેડીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ મકવાણા તેમજ અનુસુચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ નરેશભાઈ મારૂ, જિલ્લા મહામંત્રી ગજેન્દ્ર વી.ચૌહાણ ,પી.કે.પરમાર સહિત દરેક તાલુકાના અનુસુચિત જાતિ મોરચાના હોદેદારો, દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો ડી.કે.મકવાણા તથા કાર્યકરોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...