• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • વિહાર પાર્ક નારણપરામાં મહિના પહેલાં બનેલા રસ્તા તોડી નંખાયા

વિહાર પાર્ક-નારણપરામાં મહિના પહેલાં બનેલા રસ્તા તોડી નંખાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર દુધરેજ પાલિકાના વોર્ડ નંબર 10 ના રતનપર વિસ્તારમાં આવેલી વિહારપાર્ક સોસાયટી અને નારાયણપરામાં એક માસ પહેલા જ બનાવેલો નવો રસ્તો ખોદી નાંખવામાં આવતા રહીશોમાં રોષની લાગણી ફેલાઇ છે. ખોદકામ કર્યા બાદ રસ્તાનું યોગ્ય લેવલિંગ પણ ન કરાતાં અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર અને પાણીની નવી લાઇન નાંખવામાં મોટા ભાગના રસ્તાઓ ખોદી નાખી નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા. ત્યારે રતનપર વિહારપાર્ક અને નારાયણપરામાં નવા રસ્તાઓ બનાવ્યા બાદ એક માસમાં જ ફરીથી નવા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ વિસ્તારના ધીરૂભાઇ પટેલ, અશોકભાઇ વણોલ સહિતનાઓએ જણાવ્યું કે કેટલાય વર્ષો પછી સારા રસ્તાઓ બન્યા હતાં ત્યાં એક જ માસમાં તે રસ્તા ખોદી નાંખ્યા છે. આ અંગે સુરેન્દ્રનગર પાલિકાના એન્જિનિયર કે.જી.હેરમાએ જણાવ્યું કે જીયુડીસી દ્વારા જે પાણીની નવી લાઇન નાંખી હતી તેમાં પૂરતો ફોર્સ ન આવવાના કારણે આ વિસ્તારમાં પૂરતું પાણી વિતરણ થતું નહોતું. જેથી નવી લાઇન નાંખવા માટે રસ્તો ખોદવામાં આવ્યો છે અને તે રીપેર કરવા માટે જીયુડીસીના અધિકારીઓને સૂચના પણ આપી દેવાઈ છે. ટૂંકમાં સમયમાં આ રસ્તાઓનું કામ પૂરું કરાશે.

રતનપરમાં નવોજ બનાવેલો રસ્તો ખોદી નંખાયો.તસવીર-વિપુલ જોષી

અન્ય સમાચારો પણ છે...