સુરેન્દ્રનગર-સરા ST રૂટને સડલા સુધી ટૂંકાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રરનગરથી દરરોજ બપોરે 12.30 કલાકે ઉપડી વાયા મૂળી સરા આવતી એસટી રૂટને સડલા સુધી ટુંકાવી દેવામાં આવ્યો છે. જેમાં સરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાથી અભ્યાસ અર્થે સુરેન્દ્રનગર અપડાઉન કરતા 30થી વધુ વિદ્યાર્થીઓને રઝળપાટ કરવો પડે છે. ઉપરાંત 10 જેટલી વિદ્યાર્થિનીઓ એસ.ટી. બંધ થતા ન છુટકે અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ અંગે ધો.11માં અભ્યાસ કરતી એશા, નિપા, બિનલ સહીત વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે સુરેન્દ્રરનગર-સરા એસટી રૂટને સડલા સ્ટોપ આપી દેવામા આવતા ન છુટકે સરા આવવા પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો પડે છે. સડલાથી સરા માત્ર 20 કિ.મીના અંતરે છે. આથી અપડાઉન કરવા દરરોજ રૂ.80 પ્રાઇવેટ વાહનોનો ખર્ચ ઉઠાવવો પડે છે. આવી સ્થિતિમાં ન છુટકે અમારે ભણતરથી અળગુ થવુ પડે તેમ છે.

ડેપો મેનેજર છાત્રાઓની સલામતીને ધ્યાનમા લઇ એસટી રૂટને પુનઃ સરા સુધી લંબાવે તેવી માગણી છે. આ અંગે સુરેન્દ્રનગર એસ.ટી ડેપો મેનેજર એસ.ડી.પરમારે જણાવ્યુ કે ઉચ્ચકક્ષાએથી થયેલા આદેશ મુંજબ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...