રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નોન રેસિડેન્ટ ઝાલાવાડીઓને આમંત્રણ

સાસરે વસેલી બહેનોને પાલિકા પ્રમુખે તેડાવ્યા

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:56 AM
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નોન રેસિડેન્ટ ઝાલાવાડીઓને આમંત્રણ

સુરેન્દ્રનગર શહેરમાં રાજય કક્ષાના 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. 15મી ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમમાં જોડાવવા માટે પાલીકા પ્રમુખ વીપીનભાઇ ટોળીયાએ નોન રેસીડેન્ટ ઝાલાવાડવાસીઓને જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. રોશનીથી ઝળહળતા સુરેન્દ્રનગર વતન આવી આ કાર્યક્રમમાં જોડાવવા આહવાન કરાયુ છે.

અગાઉના સમયમાં રાજય કક્ષાના 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી માત્ર ગાંધીનગર ખાતે જ થતી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દર વર્ષે જિલ્લા કક્ષાએ કરવાની શરૂઆત કરી હતી. આગામી 15મી ઓગસ્ટે ઉજવાનાર દેશના 72મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. આવા સમયે સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોળીયાએ નોન રેસીડેન્ટ ઝાલાવાડવાસીઓને આ પ્રસંગમાં જોડાવવા અપીલ કરી છે.

બહાર વસતા નાગરિકો અને સાસરે વળાવેલી શહેરની દિકરીઓને આ કાર્યક્રમમાં જોડાવવા જણાવ્યુ છે. કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ જેવા પ્રસંગોમાં જોડાવવા નોન રેસીડેન્ટ ઝાલાવાડીઓને જોડાવવા સસ્નેહ જણાવાયુ છે. 15મી ઓગસ્ટની શહેરમાં થનાર ઉજવણીમાં મુંબઇમાં વસતા મૂળ ઝાલાવાડના એવા 50 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવશે.

X
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નોન રેસિડેન્ટ ઝાલાવાડીઓને આમંત્રણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App