• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • ચોટીલા પાસે ટ્રેલરમાંથી ડ્રાઇવરની લાશ મળી, પોલીસે વતન પહોંચાડી

ચોટીલા પાસે ટ્રેલરમાંથી ડ્રાઇવરની લાશ મળી, પોલીસે વતન પહોંચાડી

પૂનાથી ટ્રેલરમાં કાર ભરીને ચાલક રાજકોટ જતો હતો

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
ચોટીલા પાસે ટ્રેલરમાંથી ડ્રાઇવરની લાશ મળી, પોલીસે વતન પહોંચાડી

ચોટીલા હાઇવે પર ટ્રેલરમાંથી ડ્રાઇવરની લાશ મળી આવી હતી. ચોટીલા પોલીસે મૃતક ડ્રાઇવરની ઓળખ મેળવતા મુળ પંજાબનો રહેવાસી અને પૂનાથી કાર ભરી રાજકોટ જતો હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસે તેના વતન પંજાબમાં તેના પરિવારજનોનો સંપર્ક કરી લાશનું પીએમ કરાવવાની સાથે તેના વતન પંજાબ પંહોચાડવાની વ્યવસ્થા કરી આપી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સાર્થક કર્યું હતું.

ચોટીલાના ચાણપા ગામના પાટીયા પાસે ટ્રેલરમાંથી ડ્રાઇવરની લાશ મળી આવી હતી. આથી ચોટીલા પોલીસે મૃતકની ઓળખ મેળવતા પંજાબના અમૃતસર જિલ્લાના મેથાવલ ગામના રણજીતસિંહ કુલબીરસિંહ જાટ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે પંજાબમાં રહેતા ડ્રાઇવરના પરિવારજનોનો સંપર્ક કરી લાશને પીએમ માટે માટે મોકલી આપી હતી. પોલીસે ડ્રાઇવરના પરિવારજનોને આ ઘટનાની જાણ કરતા મૃતકના ભાઇ અમરિકસિંહ પંજાબથી દોડી આવ્યા હતા. ટ્રક ડ્રાઇવરના મોત બાદ લાંબા સમય સુધી લાશ પડી રહી હોવાથી ડિકંપોઝ થઇ ગઇ હતી આથી ચોટીલા પોલીસ સ્ટાફ દ્વારા પોતાના ખર્ચે લાશને પેક કરાવી પંજાબ લઇ જાવ માટે રાહતદરે એમ્બ્યુલન્સ સહીતની સુવિધા કરી આપી મોતનો મલાજો જાળવ્યો હતો. ચોટીલા પોલીસની માનવતભરી કામગીરીથી મૃતક ડ્રાઇવરના ભાઇ અમરિકસિંહે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ચોટીલા પીઆઇ પી.ડી.પરમાર, પીએસઆઇ આઇ.કે.શેખ, જે.જે.ચૌહાણ, વિભાભાઇ રાયધનભાઇ સહીતનાઓ જોડાયા હતા.

X
ચોટીલા પાસે ટ્રેલરમાંથી ડ્રાઇવરની લાશ મળી, પોલીસે વતન પહોંચાડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App