સુરેન્દ્રનગર | વર્ધમાનગૃહ ઉધોગ મહિલા મંડળ વઢવાણ સંચાલીત જિલ્લા મહિલા કલ્યાણ કેન્દ્રન સુરેન્દ્રનગર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાના ભાગરૂપે મહિલા જાગૃતિ દિવસનું આયોજન કરાયું હતું. આથી વર્ધમાન ગૃહઉધોગ મંડળના નવા સંકુલમા઼ યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર પણ સામેલ થયા હતા.આ પ્રસંગે મહિલાઓને સ્વચ્છતા અને આરોગ્ય પોષણના મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ અયોજનને સફળ બનાવવા વર્ધમાન ગૃહઉધોગ મહિલા મંડળ દ્વારા કામગીરી કરાઇ હતી.