તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમે 10 હજાર વૃક્ષોનું વાવેતર કર્યું

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમે 10 હજાર વૃક્ષોનું વાવેતર કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમના સભ્યો દ્વારા 72 માં સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાના ગામડાઓમાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરી તેને યોગ્ય રીતે ઉછેરવાની જવાબદારીનો સંકલ્પ પણ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં વૃક્ષોના પ્રમાણમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના સભ્યો દ્વારા જિલ્લાને હરીયાળો બનાવવાના પ્રયાસ સાથે સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.મનીષકુમાર બંસલે પાટડીના વણોદમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ક્રિકેટ ટીમના કેપ્ટન મયૂરસિંહ ઝાલા, નિલેષભાઇ વ્યાસ, રામ ઠાકર, હિતેષ સાધુ, અબ્બાસ કુરેશી, યોગેન્દ્રસિંહ પરમાર, મુકેશ પટેલ સહીતના સભ્યો દ્વારા જિલ્લાના લીંબડી, ચોટીલા, થાન, સાયલા, લખતર સહીતના ગામડાઓમાં વૃક્ષોનું વાવેતર કરાયુંં હતું.

અન્ય સમાચારો પણ છે...