તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં પતિની યાદમાં પત્નીની બાળકોને વોટરકૂલર ભેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણમાં પતિની યાદમાં ૫ત્નિએ બાળકોને ઠંડું પાણી મળી રહે તે માટે વોટર કૂલર ભેટમાં આપ્યુ છે. આથી લાડકીબાઈ કન્યાશાળાના મેદાનમાં રમવા માટે આવતા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓની તરસ છિપાઈ રહી છે.

વઢવાણ પંથકમાં બાળકોને યુવા ક્રિડા ખેલ અભિયાન અંતર્ગત વિવિધ રમતો રમાડવામાં આવી રહી છે. વઢવાણ લાડકીબાઈ કન્યાશાળાના મેદાનમાં રમવા આવતા બાળકોની રમત રમ્યા પછી પીવાના પાણી માટે દૂર સુધી જવુ પડતુ હતું. આથી વોટર કૂલરની જરૂરિયાત કાંતાબેન ધોળકીયાને ધ્યાને આવતા પોતાના પતિની યાદમાં તેમણે બાળકોને ઠંડું પાણી મળી રહે તે માટે વોટર કૂલર પંચાયત યુવા ક્રિડા ખેલ અભિયાન માટે ભેટમાં આપ્યુ છે.

આ પ્રસંગે રાજુભાઈ શુકલ, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, દશરથસિંહ અસવાર, યુવરાજસિંહ જાદવ, બબુભાઇની ઉપસ્થિતિમાં વોટર કૂલરનો પ્રારંભ થયો હતો. આથી રમવા માટે આવતા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...