બસ સુવિધા શરૂ કરવા લોકમાગ

બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 03:55 AM IST
સુરેન્દ્રનગર જિલ્લાના ચારેય ડેપોનમાંથી અંદાજે 160થી વધુ બસોનું રાજકોટ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ઝાલાવાડના 650થી વધુ ગામડાઓમાંથી હાલમાં પણ 80 જેટલા ગામડાઓમાં એસ.ટી.બસો પહોંચતી ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ ઉપરાંત 80 જેટલા ગામડાઓમાંથી 6 ગામડાઓ એવા છે કે જ્યાં રસ્તાઓ જ નથી. પરિણામે આ ગામડાઓના મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓને મોંઘાદાટ ભાડા ખર્ચીને ખૂલ્લા વાહનો સહિતના ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. આવા સમયે જે ગામડાઓના લોકોએ હજુ પણ એસ.ટી.બસના દર્શન કર્યા નથી ત્યાં આ સુવિધા શરૂ કરવા લોકમાંગ ઉઠી છે.

80 ગામમાં STબસો જતી જ નથી

જીવના જોખમે મુસાફરી

જોખમી મુસાફરી કરવી પડે છે. તસવીર-પ્રવિણ સોલંકી

ખાનગી વાહનોમાં અકસ્માતનો ભય વધુ રહે છે : બસ શરૂ થાય તો ગ્રામજનોને રાહત

બસ ન હોવાથી ગામડાઓના વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ

હાલને સમયે જ્યાં સુધી એસટી બસો મળે ત્યાં સુધી લોકો ખાનગી વાહનોમાં ઓછા બેસે છે. પરંતુ હજુ સુધી એસ.ટી.બસો જે ગામડાઓમાં પહોંચતી નથી તેવા ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓને કફોડી સ્થિતિમાં મુકાવુ પડે છે. રાકેશ એલ. શ્રીમાળી

એસટી બસમાં લોકો વધુ સલામતી અનુભવે છે

કેટલાક ગામડાઓમાં એસ.ટી.બસો ન પહોંચતી હોવાના કારણે ખાનગી વાહનોની આવા વિસ્તારોમાં દિવસે દિવસે વધી રહી છે. પરંતુ જો સરકારી એસ.ટી.બસોની સુવિધા મળે તો મહિલાઓ સહિત લોકોને વધુ સલામતી મુસાફરી કરે શકે. મહેન્દ્ર પી.પરમાર

ગ્રામ્ય રૂટો પર મીની બસ શરૂ કરવાનો અભિગમ શરૂ કરાયો

ગામડાઓમાં ખુલ્લા વાહનોની જોખમી મુસાફરીથી બચાવવા, અકસ્માત ઘટાડવા, લોકોને સલામત મુસાફરી તરફ વાળવા મીની બસો મુકીને ગ્રામ્ય રૂટો ઉપર એસ ટી બસ પહોંચાડવાનો અભિગમ ચોટીલા પંથકમાંથી શરૂ કરવામાં આવ્યો છે. દિનેશ જેઠવા, વિભાગીય નિયામક

X
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
બસ સુવિધા શરૂ કરવા લોકમાગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી