મુખ્યમંત્રીના આગમન પૂર્વે ચોટીલા પોલીસ છાવણીમાં ફેરવાયુ

મુખ્યમંત્રીના આગમન પૂર્વે ચોટીલા પોલીસ છાવણીમાં ફેરવાયુ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 03:55 AM IST

આગામી 14મીએ ચોટીલા ખાતે મુખ્યમંત્રીનાં યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને ચોટીલામાં કાયદો વ્યવસ્થાનાં ભાગે 597 જેટલા કર્મીઓ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો ધમધમાટ શરૂ થયો છે. પરિણામે હાલ ચોટીલા પોલીસ છાવણીમાં ફેરવાયેલુ જોવા મળી રહ્યું છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભીમગઢનાં રસ્તે બનાવવામાં આવેલા હેલીપેડ પર તા.14 ઓગસ્ટે 11 વાગ્યાનાં અરસામાં આવશે. ત્યારબાદ ચોટીલાના કાર્યક્રમો પૂર્ણ કરીને થાનગઢ જવા રવાનાં થશે. આ સમગ્ર કાર્યક્રમને અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 ડીએસપી, 5 ડીવાયએસપી, 10 પી આઇ, 22 પીએસઆઇ, 4 મહિલા પીએસઆઇ, 255 હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ, 105 મહિલા પોલીસ, 195 હોમગાર્ડ મળી કુલ 597 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત ફરજમાં મુકવામાં આવેલ છે.જ્યારે હોટલ ઢાબા, ગેસ્ટહાઉસ અને વાહાન ચેકીંગ હાથ ધરવામાં આવશે તેમ ડીવાયએસપી પી જી જાડેજાએ જણાવ્યું હતું.

ચોટીલા ખાતે બંદોબસ્તમાં મુકાયેલ પોલીસ સ્ટાફ સહિત તમામને જરૂરી સુચનાઓ આપતા અધિકારીઓ નજરે પડે છે.

X
મુખ્યમંત્રીના આગમન પૂર્વે ચોટીલા પોલીસ છાવણીમાં ફેરવાયુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી