ભરવાડ સમાજમાંથી વ્યસન અને કુરિવાજને તિલાંજલી આપો : સંતો

ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
ભરવાડ સમાજમાંથી વ્યસન અને કુરિવાજને તિલાંજલી આપો : સંતો

સુરેન્દ્રનગર શહેરના જય ગોપાલ યુવા ગ્રૂપ દ્વારા ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાના 20મા શૈક્ષણીક સન્માન સમારંભનું આયોજન રવિવારે કરાયુ હતુ. આ તકે સંતો અને મહંતો અને આગેવાનો દ્વારા સમાજના 145થી વધુ તેજસ્વી તારલાઓને સન્માનીત કરાયા હતા. જયારે સમાજમાંથી કુરીવાજો અને વ્યસનોને તિલાંજલી આપવા લોકોને હાકલ કરાઇ હતી.

શહેરના જય ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જય ગોપાલ યુવા ગ્રૂપ દ્વારા રવિવારે 20મા વાર્ષિક શૈક્ષણિક સન્માન સમારંભનું આયોજન મેડિકલ હોલ ખાતે કરાયુ હતુ. આ તકે થળાના મહંત ઘનશ્યામપુરીબાપુ, કમીઝળાના કેહુભગત, ડેરીના ચેરમેન બાબાભાઇ સભાડ, વીરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ સહિતનાઓએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને વ્યસન અને કુરીવાજોને તિલાંજલી આપવા પર ભાર મૂકયો હતો. ભરવાડ સમાજના ધો. 10, 12, સ્નાતક અને ડોકટર, વકીલ સહિતની ડીગ્રીઓ મેળવી નામ રોશન કરનાર 145થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહીત કરાયા હતા. જય ગોપાલ યુવા ગ્રૂપના પ્રમુખ લાલજીભાઇ ખાટરીયા, ઉપપ્રમુખ જામાભાઇ ગરીયા, વેલાભાઇ સાટીયા, મહામંત્રી લીંબાભાઇ ડાભી સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

તેજસ્વી તારલાઓને સન્માનીત કરાયા હતા. તસવીર-તુષાર માલવણીયા

X
ભરવાડ સમાજમાંથી વ્યસન અને કુરિવાજને તિલાંજલી આપો : સંતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App