તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશભરના 407 રેલવે સ્ટેશનમાં સુ.નગર 49 ક્રમ પાછળ ધકેલાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાર્કિંગ, મેઇન એન્ટ્રી, પ્લેટફોર્મ, વેઇટીંગ રૂમ સહિતના સ્થળે કરાયો હતો સર્વે
રેલવે સ્ટેશનની સ્વચ્છતાનો સર્વે રેલવે વિભાગ દ્વારા હાથ ધરાયુ છે. ગત વર્ષે સર્વેમાં 332 રેલવે સ્ટેશનોમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો 152મો નંબર રહ્યો હતો. પરંતુ આ વર્ષે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આગળ આવવાના બદલે પીછે હઠ કરી છે. આ અંગે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન માસ્તર એસ.બી.વૈણે જણાવ્યુ કે, હાલમાં 24 કલાક સફાઇ કરાય છે. આવનારા સમયમાં આગળની હરોળમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનને લાવવાનો પ્રયત્ન કરીશુ.

સુ.નગર સ્ટેશનની તસવીર. -તુષાર માલવણીયા

1 હજારમાંથી 646નો સ્કોર
સ્વચ્છતા અંતર્ગત હાથ ધરાયેલા સર્વેમા પ્રોસેસ ઓડિટ સ્કોર, ડાયરેકટ ઓબ્ઝર્વેશન અને સીટીઝન ફિડબેકના આધારે માર્કસ અપાયા છે. જેમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો 1 હજારમાંથી 646નો સ્કોર થયો છે. જેમાં ગત વર્ષે 645ના સ્કોરમાં માત્ર એકનો ઉમેરો થયો હતો.

ટોપ 50માં ગુજરાતના 3 રેલવે સ્ટેશન | દેશના 407 રેલવે સ્ટેશનના સ્વચ્છતા સર્વેમાં ટોપ 50માં અમદાવાદ 13મા ક્રમે, 21 નંબરે ભુજ અને 41 નંબરે જામનગર આવ્યા છે. જયારે રાજકોટ રેલવે સ્ટેશનનો 143મો નંબર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...