આજે પ્રથમ સોમવારે શિવ મંદિરો મહાદેવના નાદથી ગૂંજશે

પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ જામશે

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
આજે પ્રથમ સોમવારે શિવ મંદિરો મહાદેવના નાદથી ગૂંજશે

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસનો તા. 12 ઓગસ્ટને રવિવારે પ્રારંભ થયો છે. આથી આગામી એક માસના દિવસોમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના શિવમંદિરોમાં બમ બમ ભોલેના નાદ સાથે દર્શન કરતા શિવભક્તો જોવા મળશે. આ ઉપરાંત અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં શિવમંદિરો આવેલા છેશહેરના અણઘટનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, સિધ્ધીશ્વરમહાદેવ તેમજ વઢવાણમાં ક્ષેમશંકર મહાદેવ સહિતના શિવમંદિરોમાં રોશની, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની શરૂ કરી દેવાયા છે. આ ઉપરાંત લીંબડી, સાયલા, ચૂડા, ચોટીલા, હળવદ, ધ્રાંગધ્રા, મૂળી, પાટડી સહિતના તાલુકા મથકો તેમજ ગામડાઓનાં શિવમંદિરોમાં શ્રાવમ માસ નિમિત્તે શિવપૂજાઓ શરૂ થઇ છે. જ્યારે લખતર શહેરની મધ્યમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે સેવકો દ્વારા શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ શણગાર સજાવાયા હતા. લખતરમાં આવેલી એક સદી પુરાણા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે શિવભકતોએ શ્રાવણ માસનાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં બમ બમ ભોલેનાં નાદ સાથે દર્શનનો લાભ લીધો હતો. તેમજ મૂળી તાલુકાનાં શિવાલયો માં ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં મૂળી નદિકાંઠે આવેલ પ્રખ્યાત પ્રાણનાથ મહાદેવ મંદિરે સવારથી મોટી સંખ્યામાં લોકોએ બિલિપત્ર તેમજ જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી

X
આજે પ્રથમ સોમવારે શિવ મંદિરો મહાદેવના નાદથી ગૂંજશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App