થાનમાં 40 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનંુ ખાતમુહૂર્ત કરાશે

પ્રાણપ્રશ્ન એવા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
થાનમાં 40 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનંુ ખાતમુહૂર્ત કરાશે
15 ઓગષ્ટની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે યોજાવાની છે. ત્યારે તારીખ 14 ઓગષ્ટના રોજ થાનમાં રૂપિયા 40 કરોડથી વધુના ખર્ચે બનતા ઓવરબ્રીજનું ખાતમુહર્ત મુખ્યમંત્રીના હસ્તે યોજાશે. આ ઓવરબ્રીજ બનતા થાન શહેરની જનતાને વર્ષો જુના ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તી મળશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વંતત્રતા પર્વની ઉજવણીને લઇને સમગ્ર જિલ્લામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ પર્વની ઉજવણીની સાથે જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમુહર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. જેમાં થાન શહેરની મધ્યમાં રેલ્વે ફાટક પાસે રૂપિયા 40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રીજનું તારીખ 14 ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાતમુહર્ત કરવામાં આવશે.

થાન શહેરની મધ્યમાં જ આવેલી રેલ્વે ફાટક પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી તેમાંથી હવે શહેરીજનોને મુક્તી મળશે. આ ખાતમુહર્ત કાર્યક્રમની સાથે સાથે સ્વતંત્રતા પર્વને લઇને થાનમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઇ ભગત, સુરૂભા રાણા, પ્રધ્યુમનસિંહ , નીલાબેન ડોડીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

X
થાનમાં 40 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનંુ ખાતમુહૂર્ત કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App