જોરાવરનગર ટાંકી પાસેના બિસ્માર રસ્તાથી પરેશાની

સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના વોર્ડ નંબર.11માં આવેલા જોરાવરનગરના વિસ્તારના ફુવારા પાસે મુખ્ય ચોકનો રસ્તો લાંબા...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
જોરાવરનગર ટાંકી પાસેના બિસ્માર રસ્તાથી પરેશાની

સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના વોર્ડ નંબર.11માં આવેલા જોરાવરનગરના વિસ્તારના ફુવારા પાસે મુખ્ય ચોકનો રસ્તો લાંબા સમયથી અતિખરાબ હાલતમાં છે. જોરાવરનગરનો આ મુખ્ય રસ્તો હોવાથી તેમજ વઢવાણ તરફ જવાનો હોવાથી રોજના અનેક વાહનચાલકો પસાર થાય છે. આ રસ્તા પર ખોદકામ બાદ યોગ્ય રીતે બુરાણ કરવામાં ન આવતા ઉબડખાબડ બની ગયો છે જેના કારણે આ રસ્તા પર પસાર થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું કે પાણીની લાઇન લીકેજના કારણે ખોદકામ કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થઇ ગયા બાદ રસ્તાનું સમારકામ કરવાની સુચના આપી દેવામાં આવી છે.

X
જોરાવરનગર ટાંકી પાસેના બિસ્માર રસ્તાથી પરેશાની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App