તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • મૂળચંદ રોડ પર નવા બનતા મકાનના ભોંયરામાંથી વિદેશી દારૂ ઝડપાયો

મૂળચંદ રોડ પર નવા બનતા મકાનના ભોંયરામાંથી વિદેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર નવા બનતા એક મકાનના ભોંયરામાં વિદેશી દારૂ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. પોલીસને જોઇ આરોપી દિનેશ ધનસુખભાઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી 768 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,77,600નો કબજે કરી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ એલસીબી ટીમના કિશનભાઇ રાઠોડને દારૂ અંગેની બાતમી હોવાથી ટીમે મૂળચંદ રોડ પર માનવ મંદિર પાસે નવા બનતા મકાનના ભોંયરામાં દરોડો કર્યો હતો. પોલીસને જોઇને દારૂ, મારામારી અને ખૂનના ગુનાનો આરોપી દિનેશ ધનસુખભાઇ ઝરવરીયા નાસી ગયો હતો. પોલીસે મકાનના ભોંયરામાંથી વિવિધ બ્રાન્ડની 768 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,77,600નો જપ્ત કર્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...