તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજીના થડા પાસે જ ગંદકીથી હેરાનગતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં શાકભાજીના છૂટક વેપારીઓના થડાઓની આજુબાજુ ગંદકી અને અસુવિધાઓનાં કારણે વેપારીઓ સાથે સાથે ગ્રાહકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં નિયમિત સાફસફાઈ કરાવીને ગંદકી દૂર કરીને પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી માગ ઉઠી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં અનેક પ્રકારની દુકાનો સાથે વેપારીઓ પોતાનો ધંધો કરી રહ્યાં છે. આ ઉપરાંત ખેડૂતો સહિતના લોકો અહીં વિવિધ પાકોની હરાજી, શાકભાજી વગેરે માટે પણ પહોંચી જાય છે. પરંતુ અહીં આવેલા છૂટક વેપારીઓના થડાઓની આજુબાજુ સાફસફાઈના અભાવે ગંદકી સાથે કાદવ કીચડનું સામ્રાજય સર્જાતા વેપારીઓ તેમજ અહીં આવતા ગ્રાહકોને રોગચાળો ભય ફેલાયો છે. આ અંગે પાઈબેન કે.પરમાર, ગંગાબેન આર.ગોહિલ, મનીષાબેન એલ.કગથરીયા, રામભાઈ વી.રાઠવા વગેરે જણાવ્યું કે, અહીં શાકભાજી જ્યાં ખરદીવી હોય તેની આજુબાજુ ગંદકી સાથે દૂર્ગંધ વધુ જોવા મળતા ખરીદી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અનુસંધાન પાના નં. 3 પર...

વઢવાણ યાર્ડમાં જ્યાં શાકભાજી વેચાય છે તે થડાઓની આજુબાજુ ગંદકીથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે. યાર્ડમાં પાણીની પરબમાં પીવા લાયક પાણી ન હોવાની વેપારીઓમાં બૂમરાણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...