તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં ટેક્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | બાવળા કેળવણી મંડળ સંચાલિત બાવળાની આ.કે.વિદ્યામંદિરના પ્રાર્થના હોલ ખાતે ઇન્કમટેક્સ રેન્જ 3(2) દ્વારા ઇન્કમટેક્ષ રીટર્ન અંગેની સમજણ આપતો સેમિનાર યોજાઈ ગયો.આ સેમિનારમાં સૌરભ જૈન( આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ) દ્વારા વિદ્યાર્થીઓને ઇન્કમટેક્સ વિશેની સવિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત એન.ડી.પુજારા( ઈન્કમટેક્ષ ઓફિસર) દ્વારા વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઈન્કમટેક્ષ એટલે શું તે શા માટે અને કોણ કોણ ભરી શકે તેમજ દેશના વિકાસમાં તેનું યોગદાન અને આ ટેક્સ દ્વારા દેશહિતના કયા કયા કાર્યો થઈ શકે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...