તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં 44 હજાર હે. જમીનના વાવેતર પર ખતરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાનાં લાખો ખેડૂતો ખેતીકામ કરીને રોજીરોટી રળી રહ્યાં છે. સારી મોલાત થવાની આશાએ ખેડૂતોએ ખાસ કરી સૌથી વધુ કપાસનું વાવેતર કરી દિધુ છે. ત્યારે હજુ સુધી વરસાદ ન થતા અંદાજે 44 હજારથી વધુ જમીનનું વાવેતર બળી જવાના ભયે જગતના તાતની ચીંતા વધારી દિધી છે. ત્યારે જો બે દિવસમાં સારો વરસાદ નહીં થાય તો સીઝન પહેલા ખેડૂતોને મોટુ નુકસાન થવાનો ભય જગતના તાતને કોરી ખાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે જૂન મહિનાનાં અંત સુધીમાં વરસાદ થઇ જતો હોય છે. અને આથી જ જિલ્લાનાં ખેડૂતો વરસાદ પહેલા કપાસનું વાવેતર કરી દેતા હોય છે. અત્યાર સુધીમાં ઝાલાવાડમાં 44 હજારથી વધુ હેક્ટરમાં ખાસ કરીને બીટી કપાસ, મગફળી અને ઘાસચારાનું વાવેતર થઇ ચુક્યું છે. અને હજુ બીજા ખેડૂતો કપાસીયા વાવવાની કામગીરીમાં લાગી ગયા છે. મોલાતને અત્યારે પાણીની ખાસ જરૂરીયાત છે ત્યારે મેઘો જાણે રીસાઇ ગયો હોય તેમ વરસવાનું નામ લેતો નથી. છુટોછવાયો વરસાદ થયા બાદ હજુ પણ જિલ્લામાં સર્વત્ર વાવણી લાયક વરસાદ થયો નથી. આથી વાવેતર બળી જવાનો ભય વધી ગયો છે.

સારા વરસાદની આશાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર કરતા ધરતીપુત્રો નજરે પડે છે. તસવીર-વિપુલ જોષી

તાલુકાદીઠ વાવેતર અને વરસાદની સ્થિતિ
અત્યાર સુધી નોંધાયેલો વરસાદ (મી.મી.)
તાલુકો વરસાદ

વઢવાણ 40

ચુડા 30

લખતર 8

લીંબડી 8

સાયલા 5

તાલુકો વરસાદ

ચોટીલા 5

ધ્રાંગધ્રા 2

પાટડી નીલ

મુળી નીલ

થાન નીલ

પાણીની સગવડ હશે ત્યાં ઓછી સમસ્યા સર્જાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એક પણ તાલુકામાં વાવણી લાયક વરસાદ થયો નથી. ત્યારે જિલ્લામાં ખેડૂતોએ આગતરૂ વાવેતર કર્યું છે. તેમાં જે ખેડૂતો પાસે પાણીની સુવિધા હશે તે ખેડૂતોને ખાસ તકલીફ નહી પડે પરંતુ પાણી વગર કરેલા વાવેતર માટે એક સારા વરસાદની ખાસ જરૂર છે. તેમજ જે ખેડૂતોને વાવવેતર જ કરવાનું બાકી છે તે ખેડૂતો હવે સારો વાવણી લાયક વરસાદ થયા બાદ જ વાવેતર કરી શકશે. એચ.ડી.વાદી, ખેતીવાડી અધિકારી

જિલ્લામાં થયેલો કુલ વાવેતર (હેક્ટરમાં)
તાલુકો વાવેતર

ધ્રાંગધ્રા 26850

લખતર 7065

મુળી 5255

ચોટીલા 1083

થાનગઢ 1445

તાલુકો વાવેતર

સાયલા 950

ચુડા 900

પાટડી 480

વઢવાણ 265

લીંબડી 170

અન્ય સમાચારો પણ છે...