તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા પંચાયતમાં ડોક્ટરોની 13 જગ્યા માટે 153 અરજીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આયુષ મેડિકલ ઓફિસરની 3 અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 10 જગ્યાઓ માટે ઉમેદવાર ડોકટરોની અરજીઓ મંગાવાઇ હતી. જેમાં રાજયભરમાંથી ઉમટેલા 153 ઉમેદવારોએ પોતાના ડોકયુમેન્ટ રજૂ કર્યા હતા.

ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હેલ્થ મીશન પ્રોગ્રામ અંતર્ગત ખાલી પડેલી ડોકટરોની જગ્યા 11 માસથી ભરવાની થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 3 આયુષ મેડિકલ ઓફિસર, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 5 મહિલા આયુષ તબીબ અને 5 પુરૂષ આયુષ તબીબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ હતી. આ જાહેરાત બહાર પડતા જ સુરેન્દ્રનગર ઉપરાંત, અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા, આણંદ, કચ્છ, જામનગર સહિતના જિલ્લાઓમાં ઉમેદવારો ઉમટી પડયા હતા. તા. 28ને ગુરૂવારે 13 ખાલી જગ્યાઓ માટે 153 ઉમેદવાર તબીબોએ પોતાના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવા માટે આવ્યા હતા. આગામી સમયમાં તમામ ઉમેદવારોના માર્કસની એન્ટ્રી કરીને મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવનાર છે.

જેમાં પ્રથમ 13 નંબરે આવનારને ઓર્ડર અપાશે. જયારે તેમાંથી કોઇ નોકરી જોઇન ન કરે તો બાકી રહેલા ઉમેદવારોનું વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ માટે 153 ઉમેદવારોએ અરજી કરી હતી. તસવીર-તુષાર માલવણીયા

અન્ય સમાચારો પણ છે...