તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરામાં સાત કલાક વીજ પુરવઠો બંધ કરાતાં લોકો ત્રાહિમામ્

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સરામાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સાત કલાક સુધી વિજપુરવઠો બંધ કરી દેવાતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. જ્યારે વીજ આધારિત રોજગાર, બેંક કામગીરી ઠપ્પ થઇ જતા લોકોને આર્થિક નુકશાની વેઠવી પડી હતી.

મૂળી પંથકમાં અવાર નવાર વીજ પુરવઠાના અવરજવરની સમસ્યા રહે છે. જેથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે મૂળીના સરામાં વિજલાઇનો રિપેર કરવા માટે સાત કલાક સુધી વિજપુરવઠો બંધ કરી દેવાતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. જેના લીધે શાળાએ અભ્યાસ કરતા ભુલકાઓને પણ અસહ્ય ગરમી સહન કરવી પડી હતી. જયારે બેંકોમાં પણ કામ ઠપ થઇ ગયુ હતુ. સવારે 8.20 કલાકે બંધ કરાયેલ વીજપુરવઠો સાંજના 4.45 કલાકે ચાલુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...