તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારીનો કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલ હવાલે કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારંવાર અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં કલેકટર સમક્ષ મૂકાયેલ દરખાસ્તમાં વડોદના વિક્રમભાઇ મોરીનું વોરંટ નીકળતા એલસીબી ટીમે તેને ઝડપી લઇને વડોદરા જેલ હવાલે કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અસામાજીક પ્રવૃતિ કરતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીની સૂચનાથી દરખાસ્તો તૈયાર કરાઇ હતી. જે દરખાસ્તો જિલ્લા મેજીસ્ટ્રેટ કે. રાજેશ સમક્ષ રજૂ થતા તેઓએ વડોદના વીક્રમભાઇ વજાભાઇ મોરીનું પાસાની દરખાસ્ત મંજૂર કરી હતી.

આથી વોરંટ નીકળતા એલસીબી ટીમે આ શખ્સને વડોદ ગામ બહાર આવેલી હોટલમાંથી ઝડપી લીધો હતો. વિક્રમભાઇ મોરી સામે એટ્રોસીટી અને સામાન્ય મારામારી તથા ખૂની હૂમલા સહિતના ગુનાઓ નોંધાયા છે. આથી અટક કરાયા બાદ પાસા હેઠળ વિક્રમભાઇ મોરીને વડોદરાની જેલમાં મોકલી અપાયા છે. આ કાર્યવાહીમાં કિશોરભાઇ, ધર્મેન્દ્રસિંહ, રવિભાઇ, સરદારસિંહ, ધવલભાઇ સહિતનાઓ રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...