તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ માળોદ રોડના સીમખેતરમાં આગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ માળોદ રોડ પર મોડી રાત્રે અચાનક આગની જ્વાળાઓ દેખાતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો અંચબામાં પડી ગયા હતા. જ્યારે આ આગ ખેતરના લાકડા કે સાઠીઓમાં લાગી હોવાની લોકોમાં ચર્ચાએ જોર પકડયુ હતું.આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વઢવાણ માળોદ રોડ પર માળોદ, ખોલડીયાદ, રામપરા સહિતના ગામડાઓના વાહનચાલકોથી ધમધમે છે. આ દરમિયાન શનિવારની મોડી રાત્રે વઢવાણ માળોદ રોડ પરના સીમખેતરમાં આગની જ્વાળાઓ સાથે ધૂમાડાના ગોટાઓ દેખાતા પસાર થતા વાહનચાલકો થોડી ક્ષણો માટે થંભી ગયા હતા. રોડથી દૂર આવેલા ખેતરમાં લાગેલી આગ કોઇ લાકડાનો કે સાઠીઓના જથ્થામાં લાગી હોવાનું કહેવાય છે. પરિણામે આ સ્થળે મોડી રાત સુધી આગની ઘટના ચાલુ રહી હતી. જોકે કોઇ જાનહાની થઇ ન હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ અસ્પષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...