તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ વઢવાણ પોલીસ સ્ટેશનની મુલાકાતે

સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ વઢવાણ પોલીસ સ્ટેશનની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | બાળકોના મનમાંથી પોલીસનો ડર દુર થાય તે માટે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત તા. 6 ઓક્ટોબરના રોજ દાજીરાજ પ્રાથમિક શાળાના બાળકોએ વઢવાણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ તમામ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કાર્ય પધ્ધતિથી તેમજ ટ્રાફિકના નિયમોની પીએસઆઈ એચ.આર.જેઠી દ્વારા સમજ આપવામાં આવી હતી.

વઢવાણમાં વિદાય સમારંભ યોજાયો
સુરેન્દ્રનગર | વઢવાણ નવા દરવાજા બહાર વાલ્મિકી વાસમાં રહેતા ભારતીબેન વિનોદભાઈ વાળા ગાંધી હોસ્પિટલમાં આયાબેન તરીકે ફરજ બજાવતા તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વાલ્મિકવાસમાં વિદાય સમારંભ રખાયો હતો. જેમાં ભારતીબેનને ફૂલહાર, શ્રીફળ પડો આપી સન્માન કરાયું હતું.

વિરપર શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
મૂળી | મૂળી તાલુકાનાં વિરપરમાં આવેલી તેજુબા હેમુભા વાધેલા વિદ્યાલયમાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે અને કાંઇક નવુ શિખવા મળે તે માટે શાળા પરિવાર દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયુ હતું. જેમાં અલગ અલગ વિજ્ઞાન લક્ષી 23 જેટલી કૃતિઓ રજુ કરાઇ હતી. પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યને સફળ બનાવવા મયુરભાઇ, અલ્પેશભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...