Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - વઢવાણમાં બહેનને પરેશાન કરનારાને ઠપકો આપવા ગયેલા યુવાનો પર હુમલો

વઢવાણમાં બહેનને પરેશાન કરનારાને ઠપકો આપવા ગયેલા યુવાનો પર હુમલો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:35 AM

સી.યુ.શાહ કોલેજ સામે ઘટના બની : 3 સામે ફરિયાદ

  • Surendranagar - વઢવાણમાં બહેનને પરેશાન કરનારાને ઠપકો આપવા ગયેલા યુવાનો પર હુમલો

    એક છોકરો બહેનને પરેશાન કરતો હોય તે બાબતે યુવાનો વાતચીત કરવા વઢવાણ કોઠારીયા રોડ પર આવેલી સી.યુ.શાહ એન્જિનિયરીંગ કોલેજ સામે ગયા હતા. જ્યાં મામલો બિચકાતા હથિયારોથી હુમલો થતા ત્રણ યુવાનોને ઇજાઓ થતા ટીબીમાં સારવાર માટે લઇ જવાયા હતા. ઇજાગ્રસ્તે વઢવાણ પોલીસ મથકે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

    વઢવાણ કોઠારીયા રોડ પરની સી.યુ.શાહ એન્જિનિયરીંગ કોલેજમાં ચોરીની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી. ત્યાં કોલેજના ગેટ સામે જ હથિયારોથી હુમલો થતા ચકચાર ફેલાઇ છે. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ હર્ષદીપસિંહ બલવીરસિંહના સગાની દિકરીને જોગીરાજસિંહ મોરી હેરાનપરેશાન કરતા હતા.

    આથી હેરાન પરેશાન નહીં કરવા બાબતે વાતચીત કરવા નવા 80 ફૂટ રોડ રણજીતનગરમાં રહેતા દિવ્યરાજસિંહ, હર્ષદીપસિંહ બલવિરસિંહ તથા અભીજીતસિંહ પરાક્રમસિંહ સી.યુ.શાહ એન્જિનિયરીંગ કોલેજ સામે ગયા હતા. પરંતુ જોગીરાજસિંહ મોરી, હિતેન્દ્રસિંહ મોરી તેમજ અજાણ્યો છોકરો એક સફેદ કલરની ગાડીમાં આવી તલવારો અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં દિવ્યરાજસિંહ, હર્ષદીપસિંહ અને અભીજીતસિંહને ઇજાઓ થતાં સારવાર માટે ટીબી હોસ્પિટલે લઇ જવાયા હતા. હથિયારો વડે થયેલા હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા સાથે નાસભાગ મચી ગઇ હતી.

    ઇજાગ્રસ્ત દિવ્યરાજસિંહ દિગ્વીજસિંહ ઉર્ફે દિગુભા ઝાલાએ વઢવાણ પોલીસમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે વઢવાણ રહેતા જોગીરાજસિંહ મોરી, હિતેન્દ્રસિંહ મોરી તેમજ અજાણ્યો છોકરો સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પીએસઆઈ એમ.કે.ઇસરાણી ચલાવી રહ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ