Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - કતલખાને લઇ જતા બળદને છોડાવાનું વેર વાળવા તોડફોડ કર્યાની આશંકા

કતલખાને લઇ જતા બળદને છોડાવાનું વેર વાળવા તોડફોડ કર્યાની આશંકા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:35 AM

સરવાળ અને મેથાણ નર્મદા કેનાલ પર મશીનમાં તોડફોડની ઘટનામાં તપાસ બંને ગામના ખેડૂતોએ બે દિવસ પહેલા રાત્રે...

  • Surendranagar - કતલખાને લઇ જતા બળદને છોડાવાનું વેર વાળવા તોડફોડ કર્યાની આશંકા

    ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ અને મેથાણ ગામની કેનાલો પર રાખેલા ખેડૂતોના મશીનોમાં તોડફોડ કરવાને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં બે દિવસ પહેલા કોઇ કતલખાને બળદને લઇ જતા હતા. ખેડૂતોએ તેને છોડાવ્યા હતા. તે બાબતનું વેર વાળવા તોડફોડ થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ સાથે અન્ય દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

    કેનાલ ઉપર રાખેલા મશીનમાં તોડફોડ કરવાને મામલે મેથાણના રાજુભાઇ ઇશ્વરભાઇ પટેલ, સરવાળના વિનોદભાઇ જાદવભાઇ પટેલએ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાગ્યે જ બનતી આવી ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવુ તે પોલીસ માટે પડકારરૂપ બની ગયુ છે. તેમ છતાં બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં કેનાલનું પાણી મશીનથી ખેંચતા આગળના ગામમાં ન પહોંચતુ હોય તો ખેડૂતો પણ તોડફોડ કરી શકે. બન્ને ગામ વચ્ચે ડખો કરાવવા પણ આવુ કર્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પરંતુ બે દિવસ પહેલા બન્ને ગામના ખેડૂતોએ કેનાલ પરથી કતલખાને લઇ જવાતા બળદોને બચાવી લીધા હતા. આ બાબતો ખાર રાખી તોડફોડ કર્યાનું પોલીસનું પણ માનવુ છે. છતાં અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરીને આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

    કાવતરૂ હોઇ શકે

    ભાંગફોડીયા તત્વો દ્વારા શાંતીને ડહોળી વૈમનસ્ય ફેલાવવા માટે આવુ કામ કર્યુ હોવાનું લાગે છે. કિરીટસિંહ ઝાલા, પૂર્વ સરપંચ, મેથાણ

    પેટ્રોલિંગ ચાલુ કરી દીધુ

    ખેડૂતો અને મશીનની સમસ્યાને ધ્યાને લઇને સૌ પ્રથમ કેનાલ પર પેટ્રોલીંગ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. સાથે આરોપી પકડવાની દિશામાં કામગીરી ચાલુ છે. સાગર રબારી, તપાસ કરનાર જમાદાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ