• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • Surendranagar - સ્થાનિક પોલીસે ખાખીની શરમ રાખવા મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો

સ્થાનિક પોલીસે ખાખીની શરમ રાખવા મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો

યુવતીએ પીછો કરી પોલીસની કાર આંતરી : પીઆઇ વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે દારૂ પીવાનો ગુનો દાખલ થયો, મામલો ગૃહમંત્રી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Surendranagar - સ્થાનિક પોલીસે ખાખીની શરમ રાખવા મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો

તરણેતરના મેળામાં બંદોબસ્તમાં આવેલા પીઆઇએ દારૂના નશામાં ચકચૂર બનીને યુવતી સાથે ગેરવર્તન કરતા પ્રજાની સુરક્ષાના બણગા ફૂંકતી પોલીસની છબીને દાગદાર કરી છે. પીઆઇએ એટલો દારૂ ઢીંચ્યો હતો કે બોલવાનું પણ ભાન ન હતુ. યુવતીએ હિંમત દાખવી પોલીસને બોલાવી પીધેલા પીઆઇને પોલીસને સોંપ્યો હતો. તેના વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે દારૂ પીવાનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તરણેતરના મેળામાં મહિલાઓ અને બેન-દિકરીઓની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવે છે. પરંતુ મેળાનો બંદોબસ્ત પૂર્ણ કરી પરત ફરતા પોલીસ અધિકારી જ દારૂના નશામાં ચકચૂર બની યુવતી સાથે ગેરવર્તન કર્યુ હોવાની ઘટના બનતા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ સીવીલ ડિફેન્સ પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોરને તરણેતર બંદોબસ્તમાં ફરજ સોંપાઇ હતી. પરંતુ પીઆઇ મહાશય બંદોબસ્ત પૂર્ણ કરી દારૂ પી ટલ્લી થઇ ગયા બાદ પોલીસની સરકારી ગાડીને ચોટીલા જવા માટે નીકળ્યા હતા. જયાં રસ્તામાં પોતાની ટીમ સાથે મેળામાં આવેલી યુવતીની કારે પીધેલા પીઆઇની કારની ઓવરટેક કરતા પીઆઈએ પિત્તો ગૂમાવ્યો હતો. અને પોતાની ગાડી ઓવરટેક કરાવ્યા બાદ યુવતી સાથે ગેરવર્તન કરી કાર મારી મૂકી હતી. પરંતુ ચાલાક યુવતીએ હિંમત કરી પીઆઈની ગાડીનો પીછો કરી કંટ્રોલને જાણ કરી હતી. દરમિયાન આણંદપુર રોડ પર પોલીસની ગાડીને આંતરીને પીઆઈની બરાબર કાર લેતા દારૂના નશામાં ફુલ થયેલા અધિકારીના મોતીયા મરી ગયા હતા. અને ડાહી ડાહી વાતુ કરવા લાગ્યો હતો. તે દરમિયાન સ્થાનિક પોલીસ આવી જતા નશામાં બકવાસ કરતા પીઆઈ ડામોરને ચોટીલા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ખાખીની શરમ રાખવા સ્થાનિક પોલીસે પ્રથમ તો મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ મામલો છેક ગૃહમાં પહોંચતા ત્યાંથી કડક કાર્યવાહી કરવાના આદેશો છૂટ્યા હતા. પરિણામે ચોટીલા પોલીસે પોતાની નીચે રેલો ન આવે તે માટે પીએસઆઇ જે.જે.ચૌહાણને ફરિયાદી બનાવીને પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોર વિરૂધ્ધ દારૂ પીવાનો ગુનો દાખલ કર્યો હતો. બંદોબસ્તમાં આવેલા પોલીસનાં આવા કરતુતથી પોલીસની છબી દાગદાર બની છે. ગેરવર્તનનો ભોગ બનનાર યુવતી પોંચેલ હતી. જો સામાન્ય ઘરની કોઇ સ્ત્રી હોય તો દારૂડીયા પોલીસ અધિકારીને કાળો કામો કરતા વાર ન લાગે તે મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે.

PI કનૈયાલાલ એ ડામોર

દારૂના નશામાં ચકચૂર બનીને યુવતી સાથે છેડછાડ કરી તરણેતર મેળાનો બંદોબસ્ત પૂર્ણકરી જતા PIનું કારસ્તાન

બનાવની તટસ્થ તપાસ કરાશે

લીંબડી ડીવાય.એસ.પી. અને સ્થાનિક પોલીસને ઘટનાસ્થળે પહોંચી સાચી વિગતો મેળવીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ બનાવમાં મહિલા પત્રકાર સાથે પીઆઇએ અણછાજતુ વર્તન કર્યુ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ હતુ. પરંતુ મહિલા પત્રકારે ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. પીઆઇ પીધેલી હાલતમાં મળ્યા હતા. જેથી તે પીઆઇ વિરૂધ્ધ દારૂ પીવાનો ગુનો દાખલ કરાયો છે. આ બનાવની તટસ્થ તપાસ કરવામાં આવશે.. મનિન્દરપ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસવડા, સુરેન્દ્રનગર

PIની સાથે કારમાં બેઠા હતા

તરણેતરના બંદોબસ્ત પૂર્ણ કરીને દ્વારકા પાર્સિંગની કારમાં ચોટીલા જવા માટે પોલીસ ટીમ રવાના થઇ હતી. ત્યાર બાદ રસ્તામાં આ બનાવ બન્યો હતો. તે સમયે પોલીસ કારમાં આ ચાર વ્યક્તિઓ બેઠા હતા.

કનૈયાલાલ અમૃતલાલ ડામોર, પીઆઇ, સિવિલ ડિફેન્સ અમદાવાદ

નરેન્દ્રભાઇ બચુભાઇ વાઢેર, ઓખા મરીન પોલીસ

પ્રદીપસિંહ ધીરૂભા ગોહિલ, ઓખા મરીન પોલીસ

યશપાલસિંહ ડી. પરમાર, મીઠાપુર પોલીસ

Surendranagar - સ્થાનિક પોલીસે ખાખીની શરમ રાખવા મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો
X
Surendranagar - સ્થાનિક પોલીસે ખાખીની શરમ રાખવા મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો
Surendranagar - સ્થાનિક પોલીસે ખાખીની શરમ રાખવા મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App